
પ્રાંતિજ શહેર મા અશાંત ધારો લાગુ થતા હિન્દુ સંગઠનો મા ખુશી
- સરકાર મા રજુઆત બાદ પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ
- વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સંગઠનો ની રજુઆત બાદ લાંબા સમય બાદ માંગ સંતોષાયી
- સરકાર દ્રારા જાહેરનામુ બહાર પાડ્યું
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે અશાંત ધારો લાગુ કરવાને લઈ ને પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો દ્રારા કેટલાય વર્ષોથી રજુઆત કરી રહ્યા હતા અને જે રજુઆતોને ધ્યાને લઈ ને સરકાર દ્રારા પ્રાંતિજ ખાતે અશાંત ધારો લાગુ કરવામા આવ્યો

પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો મા અશાંત ધારો લાગુ કરવા પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ સહિત ના હિન્દુ સંગઠનો દ્રારા અનેક વખત પ્રાંન્ત કચેરી તથા જિલ્લા કચેરીમા રેલીયોજી પ્રાંતિજ ખાતે અશાંત ધારો લાગુ કરવા આવેદનપત્રો આપી તથા મૌખિક રજુઆતો બાદ આખરે સરકાર દ્રારા પ્રાંતિજ ખાતે અશાંત ધારો પાંચ વર્ષ માટે લાગુ કરવામા આવ્યો છે જેને લઈ ને પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ ના નટુભાઇ બારોટ , સુનિલભાઈ કડીયા , ભીખુસિંહ મકવાણા સહિત ના કાર્યકરો મા ખુશી જોવા મળી હતી તો પ્રાંતિજ શહેર મા ધણા સમયથી હિન્દુ સમાજ ની મિલ્કતો મુસ્લિમ સમાજ ના લોકો દ્રારા ખરીદી કરી રહ્યા હતા જેના કારણે ધણાં વિસ્તારો મા મુસ્લિમો દ્રારા થઈ રહેલ ખરીદી ના કારણે સારા પરિવારો પ્રાંતિજ માંથી સ્થળાંતર કરી રહ્યા હતા તો કેટલાક લોકો એ સ્થળાંતર કર્યુ હતુ જેથી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્રારા સરકાર મા વારંવાર રજુઆતો કરાઈ હતી જેને લઈ ગુજરાત સરકાર ના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય , ગાંધીનગર દ્રારા ૪|૮|૨૦૨૫ ના નોર્ટિફિકેશન દ્રારા પ્રાંતિજ શહેર ના વિવિધ વિસ્તારો માં પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કર્યો છે ત્યારે તાજેતરમાંજ જે લાલદરવાજા વિસ્તાર મા મિલ્કતો વેચાણ થઈ છે તેવી મિલ્કતો ના દસ્તાવેજો રદ થાય તે માટે વિશ્વ પરિષદ દ્રારા અભિયાન ચલાવનાર છે અને બોખ વિસ્તાર અને સર્વે નંબર-૯૯૦ સરકારી વસાહતોમા ગેરકાયદેસર દબાણો દુર કરવામાગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા
