

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીએ મેકિન્સે એન્ડ કંપનીને આપેલો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. મુકેશ અંબાણીએ આ ઇન્ટરવ્યૂમાં JIO વિશે, રિસ્ક મેનેજમેન્ટ અને પિતાની શીખ વિશે વાત કરી છે.
તેમણે કહ્યું કે,JIOને લોંચ કરવું એ મારી જિંદગીનું સૌથી મોટું જોખમ હતું. એ સમયે અમે અમારી પોતાની રકમ લગાવેલી અને હું સૌથી મોટો શેર હોલ્ડર હતો. તે વખતે નિષ્ણાતોએ મને સલાહ આપી હતી કે, ભારતના લોકો હજુ ડિજીટલ ટેક્નોલોજીની પુરી રીતે સ્વીકારવા માટે તૈયાર નથી. પરંતુ મને વિશ્વાસ હતો કે, ભારતને ડિજિટલ બનાવીને પુરી રીતે બદલી નાંખીશ.
પિતા ધીરુભાઇએ કહ્યુ હતું કે, મારા અને તારા ગયા પછી પણ રિલાયન્સનું નામ બોલાતું રહેવું જોઇએ.મુકેશે કહ્યું કે, હું કોઇ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા વધારેમાં વધારે ખરાબ શું થશે તે જાણી લઉં છુ પછી એના માટે તૈયારીમાં મંડી પડુ છું.
