

બેંગલુરુના એક યુવક સિદ્ધાર્થ ડુંગરવાલની સક્સેસ સ્ટોરી અનેક યુવાનોને પ્રેરણા આપે તેવી છે. આ યુવાને પોતાના ટીપટોપ કપડા પહેરવાના શોખને બિઝનેસ બનાવી દીધો અને શૂન્યથી શરૂ કરીને 500 કરોડના ટર્નઓવર સુધી કંપનીને પહોંચાડી દીધી.
કોરાના મહામારીના સમયમાં જ્યારે એપરલ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો હતો તે વખતે સિદ્ધાર્થે નિરાશ થવાને બદલે પોતાના B2B બિઝનેસને ડાયરેક્ટુ ટુ ક્ન્ઝુયમર બિઝનેસમાં ફેરવી નાંખ્યો. માત્ર 30 ડિઝાઇન અને 4 માણસોના સ્ટાફ સાથે સિદ્ધાર્થે સ્નીચ બ્રાન્ડથી એપરલ બિઝનેસ શરૂ કર્યો, આજે તેની બ્રાન્ડના દેશભરમાં 50 સ્ટોર્સ ખુલી ગયા છે અને 2025માં 100 સ્ટોર્સ ખોલવાનો ટાર્ગેટ છે.
આજે સિદ્ધાર્થ પાસે 200 કરતા વધારે સ્ટાફ છે અને દેશની ટોપ એપરેલ બ્રાન્ડમાં તેની કંપનીનું નામ આવે છે.સિદ્ધાર્થી ઝીરોથી શરૂ કરીને 500 કરોડનું ટર્નઓવર માત્ર 5 વર્ષમાં જ હાંસલ કર્યું છે.
