

સુરતની વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી કંપનીના માલિક જતીન મહેતા 2013માં દેશની અનેક બેંકોને લગભગ 6800 કરોડ રૂપિયામાં ઇરાદપૂર્વક નવડાવીને વિદેશ ભાગી છુટ્યા છે.અત્યારે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીના પ્રત્યાપર્ણની ચર્ચા ચાલે છે, પરંતુ જતીન મહેતા વિશે કોઇ ચર્ચા થતી નથી.
જતીન મહેતાએ વિન્સમ ડાયમંડની સ્થાપના મુંબઇમાં સુ-રાજ ડાયમંડ ઇન્ડિયા નામથી કરી હતી અને સુરતના વસ્તા દેવડી રોડ પર ફેકટરી પણ હતી.કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર ભાગેડું જતીન મહેતા સાથે ભેદભાવ કરી રહી છે, કારણકે જતીન મહેતા અદાણી પરિવાર સાથે સંકળાયેલા છે.
ગૌતમ અદાણીના મોટા ભાઇની દીકરી સાથે જતીન મહેતાના પુત્ર સુરાજના લગ્ન થયેલા છે. એ દ્રષ્ટ્રિએ મહેતા અદાણીના વેવાઇ થાય છે.
