

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉ જાહેરાત કરી હતી કે, બિહારમાં વોટ અધિકાર યાત્રા શરૂ કરવામાં આવશે. એ મુજબ 17 ઓગસ્ટના દિવસથી રાહુલની વોટ અધિકાર યાત્રા બિહારના સાસારામથી શૂ થઇ હતી. રાહુલ ગાંધી 16 દિવસ, 1300 કિ.મી.ની યાત્રાએ નિકળવનાના છે અને તેમાં 20 જિલ્લામાં આ યાત્રા ફરવાની છે.
રાહુલે કહ્યું કે,બંધારણને બચાવવાની લડાઈ છે. ભાજપ-RSS આખા દેશમાં બંધારણનો નાશ કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી આ પહેલાં ભારત જોડા યાત્રા અને ન્યાય યાત્રા કરી ચૂક્યા છે. વોટ અધિકાર યાત્રા તેમની ત્રીજી યાત્રા છે.
બિહારમાં આ વર્ષના અંતમા વિધાનસભાની ચૂંટણી થવાની છે અને બધી રાજકીય પાર્ટીઓ જોર લગાવી રહી છે. રાહુલ ગાંધીએ બિહારની લગભગ 53 વિધાનસભાઓને ટાર્ગેટ કરી છે. ભારત જોડા અને ન્યાય યાત્રાથી રાહુલનો લોકો સાથે સંપર્ક વધ્યો છે એટલે વોટ અધિકાર યાત્રા પણ ફળી શકે તેમ છે.
