

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તામિલનાડુના OBC નેતા સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા કર્યા છે. હવે બધાની નજર પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેના પર હશે. શું ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં ક્ષેત્રિય અને જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખશે? જો પ્રદેશ પ્રમાણે જોવામાં આવે તો, ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ વાત ધ્યાનમાં રાખી છે. સી.પી. રાધાકૃષ્ણન દક્ષિણ ભારતમાંથી આવે છે. ભાજપના વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉત્તર ભારતમાંથી આવે છે, તો શું નવા અધ્યક્ષ ઉત્તર ભારતમાંથી જ હશે? ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ ભાજપ એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે, જેનાથી લોકો દંગ રહી જાય છે.

નવા અધ્યક્ષ માટે આ નામોની ચર્ચા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પૂર્વમાંથી છે અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન દક્ષિણમાંથી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પશ્ચિમમાંથી છે અને સંસદમાં ઉત્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તરમાંથી જ હોય શકે છે? ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉત્તર ભારતમાંથી આવે છે. આમ તો, ભાજપના નવા અધ્યક્ષ માટે જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ઘણા નામ ઉત્તર ભારતના પણ છે. તેમાં મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને કેશવ પ્રસાદ મૌર્યના નામ મુખ્ય રીતે લેવામાં આવે છે. એટલે સી.પી. રાધાકૃષ્ણનની ઉમેદવારી બાદ હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપના નવા અધ્યક્ષ પણ ઉત્તર ભારતના હોઈ શકે છે.
ભાજપના નવા અધ્યક્ષ માટે ક્ષેત્ર સાથે-સાથે, જાતિ સમીકરણ અંગે પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. જાતિ સમીકરણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આદિવાસી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBC છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન પણ OBC સમુદાયમાંથી આવે છે. એવામાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ સામાન્ય વર્ગમાંથી જ હોઈ શકે છે.

જોકે, જાણકારોનું કહેવું છે કે નવા અધ્યક્ષની પસંદગીમાં કોઈ રાજકીય સંદેશ આપવામાં નહીં આવે, પરંતુ પ્રયાસ એવા વ્યક્તિને કમાન સોંપવામાં આવશે, જે વિશાળ સંગઠનને સંભાળી શકે. આમ છતા એક રાજનીતિક પાર્ટી તરીકે, ભાજપ ઇચ્છશે કે નવા અધ્યક્ષની પસંદગીમાંથી એક રાજનીતિક સંદેશ પણ નીકળવો જોઇએ. એટલે ચર્ચા થઈ રહી છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કયા ક્ષેત્ર કે જાતિના હોઈ શકે છે.
