fbpx

‘ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવવાનું બંધ કરો’, પ્રેમાનંદ મહારાજનો વધુ એક વીડિયો વાયરલ

Spread the love
‘ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવવાનું બંધ કરો’, પ્રેમાનંદ મહારાજનો વધુ એક વીડિયો વાયરલ

સંત પ્રેમાનંદ મહારાજ પોતાના ધાર્મિક પ્રવચનો અને કથાઓ માટે જાણીતા છે, પરંતુ આ વખત તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે તાજેતરમાં જ, એક કથા દરમિયાન, તેમણે મહિલાઓ અને યુવાનોને લઈને એવું નિવેદન આપ્યું હતું, જેના કારણે લોકોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે.

Premanand-Maharaj1

નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ મહિલાને 4 પુરુષોને મળવાની આદત લાગી જાય છે, તો તે પછી એક પતિને સ્વીકારી શકતી નથી. એવી જ રીતે, જ્યારે કોઈ પુરુષ ઘણી છોકરીઓ સાથે સંબંધ બનાવે છે, તો તે તે પોતાની પત્નીથી સંતુષ્ટ રહી શકતો નથી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ‘100માંથી માત્ર 2-4 છોકરીઓ જ હશે, જે પોતાનું પવિત્ર જીવન એક પુરુષને સમર્પિત કરતી હશે.’ આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને ઘણા સામાજિક સંગઠનોમાં ગુસ્સો જોવા મળ્યો. લોકો તેને મહિલાઓનું અપમાન માની રહ્યા છે અને પ્રેમાનંદ મહારાજ પાસેથી માફીની માગી રહ્યા છે.

જોકે, પ્રેમાનંદ મહારાજે પોતે આ વિવાદનો જવાબ પણ આગામી કથામાં આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જે લોકો ગંદા આચરણ કરી રહ્યા છે, જો તમે તેમને યોગ્ય સલાહ આપો છો, તો તેમને ખરાબ લાગે છે. જેમ ગટરનો કીડો ગટરમાં ખુશી મેળવે છે, જો તમે તેને અમૃત કુંડમાં નાખી દો, તો તે પરેશાન થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ સંત સત્ય અને સુધારાની વાત કરે છે, તો કેટલાક લોકોને ખરાબ લાગી જાય છે.’

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે, ‘જો આપણે સમાજને સુધારવા માગીએ છીએ, તો કડવા શબ્દો બોલવા જ પડશે. જે બાળકો અહીં કથા સાંભળવા આવે છે, તેઓ સુધારાની નિયતથી આવે છે, એટલે અમે તેમને કહીએ છીએ કે, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવવાનું બંધ કરો.’

error: Content is protected !!