fbpx

નસબંધી બાદ પણ પાંચમું સંતાન.. 9 વર્ષ કેસ લડ્યા બાદ મહિલાને 4 લાખનું વળતર આપવા નિર્ણય

Spread the love
નસબંધી બાદ પણ પાંચમું સંતાન.. 9 વર્ષ કેસ લડ્યા બાદ મહિલાને 4 લાખનું વળતર આપવા નિર્ણય

નસબંધી છતા પાંચમું બાળક હોવાના કેસમાં મહિલાની લાંબી લડાઈ આખરે ફળીભૂત થઈ છે. બાડમેરની કોર્ટે આદેશ આપ્યો છે અને મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી (CMHO)ની સરકારી ગાડી જપ્ત કરીને મહિલાને 4 લાખ રૂપિયાનું વળતર અપાવવાનો માર્ગ મોકળો કર્યો છે. સરહદી બાડમેરની પપુ દેવીને સરકાર અને તંત્ર સાથે 9 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આદેશ જાહેર કરીને મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી (CMHO)ની ગાડી જપ્ત કરી દીધી છે. આ કાર્યવાહી બાદ હવે ફરિયાદી મહિલાને લગભગ 4 લાખ રૂપિયાનું વળતર મળશે.

Sterilizing1

વર્ષ 2008માં બાડમેરની રહેવાસી પપુ દેવીએ નસબંધી કરાવી હતી. પરંતુ તેમ છતા તેના ઘરે પાંચમા સતાંનનો જન્મ થયો હતો. તેના પર તેણે સ્વાસ્થ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં ભરણપોષણ અને વળતર માટે કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2016માં, અપર જિલ્લા અને સેશન કોર્ટ-2 બાડમેરના ન્યાયાધીશે આ કેસમાં મહિલાની તરફેણમાં આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મહિલાને વળતરની રકમ આપવી જોઈએ, પરંતુ આદેશ છતા વર્ષો સુધી રકમ ચૂકવવામાં આવી નહોતી.

Sterilizing2

સતત આદેશો છતા મહિલાને વળતર ન મળ્યું ત્યારે કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ નંબર-2ના જજ પિયુષ ચૌધરીએ CMHOની સરકારી ગાડીને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ વાહન જપ્ત કરીને ફરિયાદી પપુ દેવીને લગભગ 4 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ફરિયાદી પપુ દેવી તરફથી એડવોકેટ અમૃતલાલ જૈને દલીલ કરી હતી. એડવોકેટ જૈનના મતે, લાંબા સંઘર્ષ બાદ પપુ દેવીને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે, સરકારી વાહન જપ્ત કરીને હવે 4 લાખ રૂપિયાનું વળતર લેવામાં આવશે.

error: Content is protected !!