
પ્રાંતિજ ના વાધપુર નદીમા છ બાળકોના પિતા નદી મા છ બાળકોના પિતા ફસાતા રાત્રીના રેસ્ક્યુ દ્રારા બહાર કાઢયા
– પ્રાંતિજ , મોડાસા , હિંમતનગર , દહેગામ ફાયર ટીમ દ્રારા બોટની મદદતથી સહીસલામત બહાર કાઢ્યો
– જિલ્લા ડીવાયએસપી જિલ્લા ના તાલુકાના અધિકારીઓ નદી કાંઠે દોડી આવ્યા હતા
– નદીમા એકદમ પાણીનો પ્રવાહ વધીજતા નદી મા રહેલ ટેકરી ઉપર જીવ બચાવવા ચડી ગયો
– ચાર કલાક બાદ રેસ્ક્યુ દ્રારા નદી માંથી બહાર કાઢ્યો
– ફાયર ટીમ દ્રારા રાત્રીના ધગધગતા નદીના પ્રવાહ મા જઇ ને જીવ બચાવ્યો
– એક જીંદગી બચાવવા ફાયર ટીમ અધિકારીઓ સહિત ૧૦૦ વધુ ખડેપગે રહ્યા
ઝરમર-ઝરમર વરસાદ અને નદીમા ધગધગતા પ્રવાહ વચ્ચે સફર રેસ્ક્યુ
– નદીમા ફસાયેલ કાળુભાઇ ખેર ને નદીમાથી બહાર કાઢી પોલીસ વાનમા પ્રાંતિજ સિવિલ ખાતે પ્રાથમિક તપાસ અર્થે લઈ જવામા આવ્યો
– બપોર ના બે વાગ્યા નો નદીમા ફસાયેલ યુવાન ને દશ કલાક બાદ સહીસલામત બહાર કાઢ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વાધપુર સુર્યકુડ પાસે આવેલ સાબરમતી નદી મા છ બાળકોના પિતા નદી મા ફસાતા પ્રાંતિજ , મોડાસા , હિંમતનગર , દહેગામ ની ફાયર ટીમ દ્રારા રાત્રીના બોટ ની મદદત થી રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢ્યો તો તાલુકા- જિલ્લા તંત્ર ખડેપગે રહ્યુ હતુ













પ્રાંતિજ તાલુકાના વાધપુર સુર્યકુડ પાસે બની રહેલ બંગ્લોઝ ની સ્કીમ મા કામ કરતો એક મજુર કાળુભાઇ ખેર સ્કીમ પાસે આવેલ સાબરમતી નદી મા બપોર ના બે વાગ્યો ની આસપાસ માછલા પકડવા ગયો હતો અને બપોર બાદ ઉપરવાસ મા પડેલ ભારે વરસાદ ને લઈ ને નદીમા પાણી છોડવામા આવતા નદીમા એકદમ પાણીનો પ્રવાહ એકાએક વધતા નદીમા રહેલ કાળુભાઇ ખેર નદીની અંદર રહેલ એક ટેકરી ઉપર ચડી ગયો હતો અને ટેકરી ઉપર રહેલ બાવળ ના ઝાડ ને પકડીને બેસી ગયો હતો અને બુમાબુમ કરતા નદીકાંઠે થી પ્રસાર થઈ રહેલ જયેન્દ્રસિંહ દ્રારા અવાજ સાંભળી જતા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરી હતી તો નદીમા પાણીનો પ્રવાહ વધુ હોય અને રાત્રીના સમયે ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય રેસ્ક્યુ ટીમ ને રેસ્ક્યુ કરવામા મુશ્કેલીઓ હોય જેથી મોડાસા , હિંમતનગર અને દહેગામ ફાયર ટીમ ને જાણ કરવામા આવતા બધીજ ટીમો વાધપુર સાબરમતી નદી કાંઠે દોડી આવી હતી અને નદીના ધગધગતા પાણીના પ્રવાહ વચ્ચે બોટ ની મદદત થી નદી મા ફસાયેલ કાળુભાઇ ખેર ને છ કલાક ના સફર રેસ્ક્યુ બાદ કાળુભાઇ નેનીયા ખેર રહે હાલ વાધપુર સુર્યકુડ પાસે બંગ્લોઝ સ્કીમ ખાતે મુળ રહે.કોટડા જિલ્લો ઉદેપુર (રાજસ્થાન) ને બહાર કાઢવામા આવ્યો હતો તો તેને બહાર કાઢી પ્રાંતિજ પોલીસ જીપમા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંતિજ પોલીસ દ્રારા તેના પરિવાર સોપવામા આવ્યો હતો તો વાધપુર સુર્યકુડ પાસે આવેલ સાબરમતી નદી મા એક યુવક ફસાયો હોવાના સમાચાર મળતા તાલુકા-જિલ્લા સહિત ના અધિકારીઓ વાધપુર નદી કાંઠે દોડી આવ્યા હતા જેમા જિલ્લા ડીવાયએસપી એ.કે.પટેલ , પ્રાંતિજ પીઆઈ આર.આર.દેસાઇ , પ્રાંતિજ મામલતદાર એસ.એચ.દેસાઇ , નાયબ મામલતદાર મુકેશભાઇ પટેલ , પ્રાંન્ત સિરેસદાર યોગશભાઇ પટેલ , નાયબ ટીડીઓ સતીષભાઇ રાવલ , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , વાધપુર સરપંચ સોનલબેન અરવિંદસિંહ ચૌહાણ સહિત ના કર્મચારીઓ અધિકારીઓની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી તો નદીમા ફસાયેલ એક જીંદગી ને બચાવવા ફાયર ટીમો અધિકારીઓ કર્મચારીઓ પોલીસ સાથે ૧૦૦ થી ખડેપગે રહ્યા હતા અને આખરે હેમખેમ નદીમા ફસાયેલ છ બાળકોના પિતા કાળુભાઇ ખેર ને બહાર કાઢવામા આવતા તંત્રએ પણ હાશકારો લીધો હતો
જીલ રાવલ સાબરકાંઠા

