

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 25 અને 26 PM આવી રહ્યા છે. 25 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે અમદાવાદ આવશે અને 4-30 વાગ્યે નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ પર જાહેરસભાને સંબોધન કરશે. એ પહેલા પ્રધાનમંત્રીનો 1.6 કિ.મીનો રોડ શો યોજાશે,
હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી યોજાનારા રોડ શોમાં 1 લાખથી વધારે લોકો જોડાશે.
પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી ગાંધીનગર જાય ત્યારે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ 12 જેટલા સ્ટેજ બનાવાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, નિકોલને લાઇટથી શણગારી દેવામાં આવ્યું છે.
26 તારીખે પ્રધાનમંત્રી બેચરાજીમાં મારુતીના પ્લાન્ટનું સવારે 10 વાગ્યે ઉદઘાટન કરશે અને એ પછી દિલ્હી જવા રવાના થશે.