fbpx

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા આ તારીખ સુધી ગુજરાતમાં પડશે વરસાદ

Spread the love
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા આ તારીખ સુધી ગુજરાતમાં પડશે વરસાદ

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયો વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય બની રહી છે, જેના પ્રભાવથી ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ચાલુ રહેશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે અને આવતી કાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભાવશાળી દ્રશ્ય જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.

silver price

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહેશે અને છૂટછવાયો વરસાદ યથાવત રહેશે. તેમના જણાવ્યા મુજબ:

25 થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજે અને આવતી કાલે બે ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ચાર ઈંચ સુધી વરસાદ વરસશે. બનાસકાંઠામાં ત્રણથી ચાર ઈંચ, જ્યારે પંચમહાલ અને મહિસાગરમાં આઠ ઈંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. વરસાદને કારણે નર્મદા અને તાપી નદીઓના જળસ્તરમાં વધારો થશે.

rain

તહેવારો દરમિયાન વરસાદ

ફેસ્ટિવલ સીઝન શરૂ થવાના કારણે વરસાદ લોકોની ચિંતા વધી શકે છે. ગણેશ ચતુર્થી (27 ઓગસ્ટથી શરૂ) દરમિયાન પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાદરવી પૂનમના મેળા વખતે પણ મેઘમહેર યથાવત રહેવાની સંભાવના છે. નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ સાથે સાથે ઉકળાટ અને બફારો અનુભવાશે.

સમગ્ર ગુજરાતમાં 25થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધારે રહેશે અને ઓક્ટોબર પહેલા સપ્તાહ સુધી મોનસૂન સક્રિય રહેશે. ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી છે.

error: Content is protected !!