fbpx

પ્રાંતિજ ના નનાનપુર ગામે ખેતર ખેડવાને લઈ ને તકરાર થતા એક બીજા ને ગાળો-બોલી એકબીજા ને મારમાર્યો

Spread the love

પ્રાંતિજ ના નનાનપુર ગામે ખેતર ખેડવાને લઈ ને તકરાર થતા એક બીજા ને ગાળો-બોલી એકબીજા ને મારમાર્યો
– દાતરડુ , ડીસમીસ , ટ્રેક્ટર ની ટ્રેલર ની પીન વડે મારમાર્યો
– પ્રાંતિજ પોલીસે સામ-સામે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
– કુલ ૧૨ વિરૂધ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ થઈ
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના નનાનપુર ગામે ખેતર ખેડવાને લઈ ને સામસામે તકરાર થતા એક બીજાને મા- બહેન સામી ગાળોબોલી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કુલ ૧૨ વિરૂધ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ ના નનાનપુર ગામે કલ્પેશ પુરી ગોસ્વામી તથા સંજય પુરી ગોસ્વામી ની ગામની સીમ મા આવેલ જમીન બાબતે તકરાર ચાલતી હોય જેમા કલ્પેશ પુરી ટ્રેક્ટર લઈ ખેડવા જતા તમામે-તમામ આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તકરાર વાળા ખેતરમાં કલ્પેશ પુરી ગોસ્વામી પાસે જઈ કેમ અમોને પુછયા વગર ખેતરમા પગ મુકેલ છે તેમ કહી કલ્પેશ પુરીના ટ્રેક્ટર ની ચાવી કાઢી બંધ કરી તમામે કલ્પેશ પુરી ને મા-બેન સામી બીભત્સ ગાળો બોલી જપાજપી કરતા કલ્પેશ પુરી ના ગળામા પહેરેલ સોનાની ચેનતુટી પડી ગયેલ અને સંજયપુરી ગોસ્વામી એ કલ્પેશપુરી ગોસ્વામી ને દાતરડુ બને હાથે મારી ઇજા કરી તથા યશદીપુરી એ ટ્રેક્ટર ટ્રેલર ભરાવવાની પીન લઈ કલ્પેશપુરી ને બરડાના ભાગે મારી તથા સંગીતાબેન , ખુશ્બુબેન કિંજલબેન , નિકીતાબેન ગોસ્વામી કલ્પેશપુરી ને પડદાપાટુ નો મારમારી કલ્પેશપુરી ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામ નો ભંગ કર્યો હતો તો સંજયપુરી દ્રારા પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા કલ્પેશપુરી સામે પોલીસ ફરીયાદ કરી હતી જેમા કલ્પેશ પુરી પોતાનુ ટ્રેક્ટર લઈ ખેડવા જતા સંજય પુરીએ ખેતર ખેડવાની ના પાડતા સંજય પુરીને મા-બેન સામી ગાળો બોલી ઝપાઝપી કરી હતી તો દક્ષાબેન , રાજલબેન અનીલ પરમાર હર્ષ પરમાર તેવોના સમાન ઇરાદો બારપાડવા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી સંજય પુરીને મા-બેન સામી બિભસ્ત ગાળો-બોલી કલ્પેશ પુરી એ સંજય પુરીને દાતરડુ મારવા જતા સંજયપુરી પકડીલેતા સંજયપુરી ના ડાબા હાથની આંગળીઓ ઉપર તથા ડાબા હાથ ની કલાઇ ઉપર ઇજા કરી તથા ચંન્દ્રીકાબેનને બરડાના ભાગે તથા જમણા હાથે ભાગે ડીસમીસ મારી ઇજાકરી નિકીતા બેન ના ગળાના ભાગે નખમારી ઇજા કરેલ તે વખતે ગળામા રહેલ સોનાનુ મંગળસૂત્ર તુટી પડયુ હતુ તો કિંજલબેન ના જમણા હાથના અંગુઠો મરડી તેમજ દક્ષાબેન , ખુશ્બુબેનને ડાબા હાથે કોણીથી ઉપરના ભાગે દાતરડુ મારી ઈજાઓ કરી તો અનીલ પરમાર તથા હર્ષ પરમાર દ્રારા યશદીપને ગડદાપાટુ નો મારમારી તમામે-તમામ આરોપીઓ દ્રારા મા બેન સામી ગાળો-બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સંજય પુરી કાન્તીપુરી દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે બન્ને વિરૂધ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ લઇ આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે.ડી.પટેલ દ્રારા તપાસ હાથ ધરવામા આવી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!