fbpx

PM-CM હટાવવાના બિલથી વિરોધ પક્ષો કેમ ટેન્શનમાં આવી ગયા છે?

Spread the love
PM-CM હટાવવાના બિલથી વિરોધ પક્ષો કેમ ટેન્શનમાં આવી ગયા છે?

અમિત શાહે બુધવારે લોકસભામાં  PM-CM હટાવવાનું બિલ રજૂ કર્યું તેનો વિરોધ પક્ષોએ જબરદસ્ત વિરોધ કર્યો અને બિલ ફાડીને કાગળના ટુકડા અમિત શાહ પર ફેંકવામાં આવ્યા. સવાલ એ છે કે વિરોધ પક્ષને આટલો બધો વાંધો કેમ છે?

AIMIMના ઔવેસીએ કહ્યુ કે, આ બિલને કારણે કેન્દ્ર સરકારને અમર્યાદિત સત્તા મળશે અને આ લોકો કાયદાનો આખો આધાર જ બદલી નાંખશેય કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલે કહ્યું કે, આ બિલ ફેડરલ સ્ટ્રકચરને તોડી પાડશે અને વિપક્ષી સરકારોને નિશાન બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.

વિરોધ પક્ષોને આ જ વાતનું ટેન્શન છે કે જ્યાં ભાજપની સરકાર નથી એવા રાજ્યોમાં મુખ્યમંત્રી કે મંત્રીઓની ખોટા કેસમાં ધરપકડ કરીને સરકારને ઉથલાવી નાંખશે.

કેજરીવાલ, હેમંત સોરેનને જેલમાં મોકલી દેવાયા હતા છતા આજ સુધી કેસ સાબિત નથી થયો.

error: Content is protected !!