

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ઘરે ભરાયેલા લોક દરબારમાં CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સાકરીયા હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ પર લીધો છે. રાજેશ સાકરીયા પશુપ્રેમી છે અને દિલ્હીમાં કુતરાના નિર્ણયની સામે તે ગુસ્સે ભરાયો હતો અને દિલ્હી પહોંચ્યો હતો.
હવે ભાજપના રાજકોટના સાંસદ પુરષોતમ રૂપાલાએ રાજેશ સાકરીયાનું સમર્થન કર્યું છે. રૂપાલાએ ક્હયું કે, દિલ્હીના વિવાદમાં જે પ્રકારની માહિતી સામે આવી રહી છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે, એ વ્યક્તિ માનસિક રીતે એપસેટ હતો. મારી દ્રષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઇને આવું થાય તે યોગ્ય નથી.
દિલ્હી પોલીસ શુક્રવારે રાજકોટ આવી હતી અને 5 લોકોની પુછપરછ કરી હતી. રાજેશને 2000 રૂપિયા ટ્રાન્સફર કરનાર એક રિક્ષાચાલકને દિલ્હી પોલીસ ઉચકી ગઇ છે.