

ગોંડલનું મોટુ માથું ગણાતા અનિરુદ્ધસિંહ રિબડાને 2 મોટા ઝટકા મળ્યા છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે રિબડાને એક મહિનાની અંદર સરેન્ડર કરવા આદેશ આપ્યો છે અને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડાના આગોતરા જામીન ગોંડલ કોર્ટે નામંજૂર કર્યા છે.
15 ઓગસ્ટ 1988ના દિવસે અનિરુદ્ધસિંહે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયાની ગોળી મારીને હત્યા કરી હતી અને અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા થઇ હતી.
પરંતુ 2018માં તત્કાલીન જેલ IG ટી. એસ, બિસ્ટે જેલમાંથી મૂક્ત કર્યા હતા. જેની સામે પોપટ સોરઠીયાના પૌત્રએ ગુજરાત હાઇકોર્ટમાં રિબડાની સજામાફી રદ કરવા અરજી કરી હતી. જેની સામે ગુજરાત હાઇકોર્ટે રિબડાને એક મહિનામાં સરેન્ડર કરવા કહ્યું છે. અને ગોંડલ કોર્ટે અમિત ખૂંટ હત્યા કેસમાં રિબડાના આગોતરા જામીન નામૂંજર કર્યા છે. રિબડા અત્યારે ફરાર છે.