

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં લોકસભમાં PM-CM હટાવવાનું બિલ રજૂ કર્યુ હતું અને એ બિલ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલી આપવામાં આવ્યુ હતું. આ બિલથી મમતા બેનરજીની TMC દુર થઇ ગયા હતા એ પછી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ સ્પષ્ટ કહી દીધું કે તેમની પાર્ટી JPCમાં સામેલ નહીં થાય.
હેવ આમ આદમી પાર્ટીએ પણ આજ વલણ અપનાવ્યું છે.TMC, SP, AAP JPCથી દુર થઇ ગયા છે.કોંગ્રેસ JPCમાં જોડાવવા માટે ઇચ્છુક છે, પરંતુ કોંગ્રેસના હાઇકમાન્ડ માટે અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે કે, વિપક્ષી એકતા જાળવવી કે પોતાનો JPCમાં જોડાવવાનો નિર્ણય યથાવત રાખવો.
અખિલેશ યાદવે કહ્યુ કે, જે પ્રમાણે બિલમાં જોગવાઇ છે તે જોતા કોઇ પણ નેતાને સરળતાથી ફસાવીને જેલ ભેગો કરી શકાશે, માટે આ બિલ આવવું યોગ્ય નથી.