પ્રાંતિજ ના ઉંછા થી પાવાગઢ પગપાળા સંધ નિકળ્યો
– ગ્રામજનો દ્રારા વાજતે-ગાજતે સંધ ને રવાના કર્યો
– છેલ્લા ૭૮ વર્ષ થી ઉંછા થી પાવાગઢ ખાતે પગપાળા સંધ નિકળે છે
– છેલ્લા ૧૯ વર્ષ થી રથ સાથે પાવાગઢ પગપાળા સંધ નિકળે છે
– ૧૦૦ જેટલા માય ભક્તો સંધ મા જોડાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામે થી છેલ્લા ૭૮ વર્ષ થી પાવાગઢ ખાતે પગપાળા જતો સંધ ને ગ્રામજનો દ્રારા વાજતે ગાજતે રવાના કરવામા આવ્યો










પ્રાંતિજ ના ઉંછા ગામેથી પાવાગઢ ખાતે નિકેળેલ પગપાળા સંધ આ વર્ષે પણ માતાજી ના રથ સાથે નિકળ્યો હતો અને ઉંછા થી પગપાળા સંધ આશરે ૭૮ વર્ષ થી પાવાગઢ ખાતે જાય છે તો વરવાઓ ના સમય થી ચાલુ થયેલ સંધ આજે પણ નવીપેઢી દ્રારા પગપાળા સંધ જવાનો યથાવત છે ત્યારે પહેલા મા ની ધજા લઈ ને સંધ નિકળતો હતો અને અત્યારે છેલ્લા ૧૯ વર્ષ થી નવીપેઢી દ્રારા માતાજીનો રથ લઈ નિકળે છે ત્યારે આ પગપાળા નિકળેલ સંધ ને ઉંછા ગ્રામજનો દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ગામમાથી ગામના પાદર સુધી રવાના કર્યો હતો તો ઉંછા થી પાવાગઢ જતો સંધ છેલ્લા ૧૯ વર્ષ થી માતાજી ના રથ સાથે નિકળેલ આ પગપાળા સંધ છદિવસે પાવાગઢ ખાતે પોહચી મહાકાલી માતાના ધામમા શિશજુકાવી ધન્યતા અનુભવશે તો આ પગપાળા સંધ મા આ વર્ષે ૧૦૦ જેટલા ધર્મપ્રેમી માય ભકતો પગપાળા સંધ મા જોડાયા હતા અને ગામમા કોઇપણ નાતજાત ના ભેદભાવ વગર સંધ મા દરેક સમાજ ના લોકો સાથે રહીને ગામમા વાજતે ગાજતે વરધોડો કાઢી સંધ ને ગ્રામજનો દ્રારા પ્રસ્થાન કરાવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
