પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ
– ગણેશ મહોત્સવ અને ઇદે મિલાદ ને લઇને પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઇ
– નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ ને ઇદે મિલાદ ને લઈ ને શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ




પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ ગણેશ મહોત્સવ અને ઇદે મિલાદ ને લઇને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.આર.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન.બી.વાધેલા તેમજ પીએસઆઇ જી.એલ.વાધેલા ની ઉપસ્થિતિ મા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નટુભાઈ બારોટ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઇ સોલંકી , રેખાબેન સોલંકી , શહિદભાઇ ભાણાવાલા સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી તો પ્રાંતિજ શહેર મા ગાયો ના વધતા જતા ત્રાસ બાબતે ચર્ચાઓ થઈ હતી અને નગરના મુખ્ય માર્ગો ઉપર અડીંગા જમાવીને રસ્તો રોકનાર ગાયો નો ત્રાસ ઓછો થાય તે માટે પોલીસ તંત્ર અને નગરપાલિકા પુરતુ ધ્યાન આપેતેવી ચર્ચાઓ થઈ હતી
જીલ રાવલ સાબરકાંઠા

