

દિલ્હીના પૂર્વ મુંખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામાન્ય રીતે ભાજપ અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધતા હોય છે, પરંતુ તેમણે અચાનક રાહુલ ગાંધી સામે નિશાન સાધીને ગૂગલી નાંખી દીધી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન અને વિપક્ષમાં બધું બરાબર ચાલી રહ્યું છે તો કેજરીવાલને રાહુલ પર નિશાન સાધવાની જરૂર કેમ પડી?
અરવિંદ કેજરીવાલે તાજેતરમા કહ્યુ કે, ગાંધી પરિવારમાંથી એક પણ સભ્ય જેલમાં કેમ નથી ગયો? જો કે અરવિંદ કેજરીવાલે આ જ વાત દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પણ કરી હતી કે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારનો એક પણ સભ્ય જેલમાં કેમ નથી ગયો?
જાણકારોના કહેવા મુજબ બિહારની ચૂંટણીને લઇને કેજરીવાલે આ વાત કરી નથી, કારણકે,બિહારની ચૂંટણીમાં કેજરીવાલને કોઇ ફાયદો થવાનો નથી, પરંતુ પંજાબ અને ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલે રાહુલ પર નિશાન સાધ્યું છે.
