
ભાદરવી પુર્ણીમા સુધી મોટા અંબાજી અને નાના અંબાજી માર્ગો પર લાખ્ખો ભક્તોની ભીડ
પ્રાંતિજ સહિત તાલુકા મા ઠેર-ઠેર અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનુ આયોજન કરાયું
– ચા નાસ્તા અને ન્હાવા અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે
– માય ભકતો વિસામા લગાવીને અંબાજી જતા ભક્તો સેવામાં લાગ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા મા ઠેર-ઠેર ઉભા થયેલ પદયાત્રીઓ માટેના વિસામાઓ ખરેખર અંબાજી જતા પદયાત્રીઓ માટે ના વિસામા બન્યા છે






ભાદરવી પુર્ણીમા એટલે માં અંબા જગતજનનીનો ઉત્સવ તરીકે જોવામા આવે છે અને એટલે જ તો માં અંબાના દર્શને જવાનો માર્ગ જાણે ભાદરવા માસની શરૂઆત થી ઉભરાય છે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવે છે ભાદરવી પૂનમના જતા પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબે મા ના નારા સાથે પગપાળા નિકળ્યા છે તો પ્રાંતિજ સહિત તાલુકામા વિવિધ વિસામાઓ દ્રારા ચા નાસ્તા ભોજન રહેવા અને મેડિકલની સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે ભાદરવી પુર્ણીમા સુધી મોટા અંબાજી અને નાના અંબાજી માર્ગો પર લાખ્ખો ભક્તોની ભીડ ઉભરાતી હોય છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકા મા પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા નાસ્તા , ભોજન અને ન્હાવા અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવે છે
જીલ રાવલ સાબરકાંઠા
