પ્રાંતિજ ખાતે પ્રાપ્તિ પુરી વિસામાનો દબદબો
– સેવા એજ કાર્ય સાથે વિસામાની શરૂઆત કરી
– ચા-નાસ્તો સવાર-સાંજ ભોજન રાત્રીનુ રોકાણ ની વ્યવસ્થા કરવામા આવી
– ભજન મંડળ ની મહિલાઓ દ્રારા રાત્રીના ભજન કિર્તન કાર્યક્રમ યોજાય છે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે પ્રાપ્તીપુરી વિસામો ખરેખર વિસામો બન્યો છે અહીંથી પ્રસાર થઈ રહેલ પદયાત્રીઓને પુરતી સુવિધાઓ મળી રહેતા પદયાત્રીઓ માટે પ્રાપ્તિ પુરી વિસામો આશીર્વાદ રૂપ બન્યો છે






પ્રાંતિજ ખાતે પણ મા જગતજનની અંબેના દર્શને જઈ રહેલ પગપાળા યાત્રીઓ તથા વિવિધ સંધો માટે પ્રાપ્તિ પુરી સેવા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ છે જેમા આયોજકો દ્રારા ચા-નાસ્તો , ભોજન , આરામ અને રાત્રીના રોકાણ સહિત ની વ્યવસ્થા તથા મેડિકલ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે તો પ્રાપ્ત પુરી કેમ્પ ના આયોજકો સુનિલભાઈ કડીયા , મેહુલભાઇ પટેલ સહિત સુંદર આયોજન કરવામા આવી રહ્યુ છે અને અંબાજી જતા પદયાત્રી ઓ માટે આશીર્વાદ રૂપ પ્રાપ્તી પુરી સેવા કેમ્પ ખરેખર સેવારૂપ બન્યો હતો તો પ્રાપ્તી પુરી સેવા કેમ્પ ના સભ્યો દ્રારા સેવાહી પ્રભુ ના નામ સાથે ખરેખર પદયાત્રીઓની સેવા કરવામા આવી રહી છે અને કેમ્પ આગળ જઈ રહેલ પદયાત્રીઓ માટે આશીર્વાદ રૂપ બન્યો છે તો પ્રાપ્ત પુરી સેવા કેમ્પ કમીટી દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ છે
જીલ રાવલ સાબરકાંઠા
