

રાજકોટમાં શનિવારે રાત્રે પૂર્વ વિધાનસભા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની એક જાહેર સભા મળી હતી. જેમાં ચાલુ સભાએ એક યુવાને એવો સવાલ પૂછ્યો કે પંજાબમાં તમારી સરકાર છે,શું ત્યાં રોડ પર ખાડા નથી?
ગોપાલે આનો જવાબ આપતા કહ્યું કે, ભાજપ 5000 રૂપિયા આપીને લોકોને આમ આદમી પાર્ટીની સભામાં સવાલ પૂછવા મોકલે છે. જાવ હું 10000 રૂપિયા આપીશ. હિંમત હોય તો સી.આર.પાટીલ કે હર્ષ સંઘવીને સવાલ પૂછીને બતાવો. લોકોને ગુજરાતમાં પડેલા ખાડા દેખાતા નથી, અને દૂર આવેલા પંજાબના ખાડા દેખાય છે.
