
GST કાઉન્સીલે ઘણી બધી વસ્તુઓમાં દર ઘટાડવાને કારણે લોકો ખુશ છે, પરંતુ વિવર્સ નારાજ થયા છે. પાંડેસરા વિવર્સ એસોસિયેશનનના પ્રમુખ અને પૂર્વ SGCCI પ્રમુખ આશીષ ગુજરાતીએ કહ્યું કે, વિવર્સ એટલા માટે દુખી છે, કારણકે યાર્ન અને કાપડ પર 5 ટકા GST થવાને કારણે હવે વિવર્સે 1 કિલો યાર્ન પર 6 રૂપિયા GST ભરવો પડશે અને દર મહિનાની 20 તારીખે ભરવો પડશે.
સુરતમાં દર મહિને દોઢ લાખ ટન યાર્નની ખપત છે અને વિવર્સનું પેમેન્ટ 120 દિવસ પછી આવે છે એટલે આ બધી જો ગણતરી કરીએ તો 4 મહિનામાં વિવર્સે લગભગ 326 કરોડ રૂપિયાની કેપિટલ હાથ પર રાખવી પડે. આ વિવર્સ માટે સૌથી મોટી મુશ્કેલભરી વાત છે.
SGGCIના ઉપપ્રમુખ અશોક જીરાવાળાએ કહ્યુ કે, અમે સરકારને આના માટે રજૂઆત કરીશું.