fbpx

શું ઇથેનોલ પેટ્રોલથી વાહનની ટાંકી બગડી જાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Spread the love
શું ઇથેનોલ પેટ્રોલથી વાહનની ટાંકી બગડી જાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ગુજરાતમાં ચારેબાજુ એ વાતની ચર્ચા ચાલી રહી છે કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનની ટાંકી બગડી જાય છે.સોશિયલ મીડિયામાં એક પેટ્રોલ પંપ પર લાગેલું બોર્ડ વાયરલ થયું છે, જેમાં લખ્યું છે કે, પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભળેલું છે, ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય છે. જો વાહનની ટાંકીમાં ભેજ હોય તો સમસ્યા ઉભી કરી શકે છે. વાહનની ટાંકી નિયમિત સાફ કરાવતા રહેવું અમારી કોઇ જવાબદારી રહેશે નહીં.

ઘણા નિષ્ણાતો પણ આ આશંકા વ્યકત કરી રહ્યા છે કે, 20 ટકા ઇનેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે વાહનની ટાંકીને નુકશાન થઇ શકે છે અને વાહનની એવરેજમાં પણ ઘટાડો થાય છે. એક નિષ્ણાતે કહ્યુ કે, પહેલા હાઇવે પર  20ની એવરેજ આવતી હતી, પરંતુ હવે 15-16ની એવરેજ આવે છે.

error: Content is protected !!