fbpx

આ ભારતીય યુવાને METAની 8 કરોડની નોકરી છોડી દીધી

Spread the love
આ ભારતીય યુવાને METAની 8 કરોડની નોકરી છોડી દીધી

ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે મેટા સુપરઇન્ટેલિજન્સ લેબને ભવિષ્યના AI તૈયાર કરવા માટે શરૂ કરી છે અને આ લેબમાં દુનિયાભરના હાઇ પ્રોફાઇલ એન્જિનયર્સ, સાયન્ટીસ્ટો કામ કરી રહ્યા છે. ઝુકરબર્ગ ઓપન AI, ગૂગલ અને એપલમાંથી ઇન્ટેલિજન્સ માણસોને હાયર કરી રહ્યા છે.

એવામાં મૂળ ભારતના રૂષભ અગ્રવાલે માત્ર 5 મહિનામાં જ મેટા સુપરઇન્ટેલિજન્સ લેબમાંથી નોકરી છોડી દીધી છે. રૂષભને 8.8 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળતું હતું.

રૂષપે x પ્લેટફોર્મ પર લખ્યું કે, ગૂગલ બ્રેઇન ડીપ માઇન્ડ અને મેટામાં ટોટલ 7.5 વર્ષના અનુભવ પછી હવે નવા રોમાંચક રિસ્ક શોધવા તરફ જવા માગું છે એટલે નોકરી છોડી દીધી

રૂષભ અગ્રવાલ IIT બોમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયા પછી મોટી મોટી કંપનીઓ સાથે કામ કર્યું હતું.

error: Content is protected !!