પ્રાંતિજ ખાતે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ
પ્રાંતિજ સહિત તાલુકા વહેલી સવારથી વરસાદ
વરસાદ પડતા નિચાણવાળા વિસ્તાર મા પાણી ભરાવ્યા
ગરમી ઉકળાટ બફાળા બાદ વરસાદ
વરસાદ પડતા અસહ્ય ગરમી ઉકળાટ મા નગરજનો ને રાહત
વરસાદ ને લઈ ને વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી
બજાર સહિત વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વહેલી સવારથીજ ધીમીધારે શરૂથયેલ વરસાદ બપોર ના બે વાગ્યા સુધી મા ૬૪ એમએમ વરસાદ એટલેકે અઢી ઇચ વરસાદ ખાબક્યો હતો






પ્રાંતિજ ખાતે હવામાન વિભાગ ની આગાહી વચ્ચે શનિવાર ને ૬|૯|૨૦૨૫ ના વહેલી સવારથીજ હવામાન મા અચાનક પલટો આવ્યો હતો અને સવારથીજ ધીમીધારે શરૂથયેલ વરસાદ ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો વહેલી સવારથી પડી રહેલ વરસાદ બપોર ના બે વાગ્યા સુધી ૬૪ એમએમ એટલે કે અઢીઇચ વરસાદ ખાબક્યો હતો તો વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેમા હનુમાન મંદિર, એપ્રોચ રોડ, માતુછાયા સોસાયટી, નાની ભાગોળ અને સબ જેલ તથા વૃંદાવન પાર્ક સોસાયટી સહિત ના વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો વરસાદને કારણે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા જોકે આ વરસાદે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતનો સંદેશ પણ આપ્યો છે આ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ પ્રાંતિજમાં ૩૩ ઇંચ નોંધાયો છે જે એક સારા સમાચાર છે પ્રાંતિજમાં અત્યાર સુધીનો સિઝનનો કુલ ૩૩ ઇંચ વરસાદ નોંધાયો વરસાદે શહેરમાં ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ આપી છે તો હનુમાન મંદિર આગળ પાલિકા દ્રારા ગટર નુ ઢાંકણુખોલી નાંખતા કોઇ આડ ના મુકતા પાણી હોય ખબર ના પડતા અને નાના મોટા વાહન ચાલકો ગટરમા પટકાયા હતા જેથી પ્રાંતિજ પાલિકા દ્રારા ઢાંકણા ખોલી કોઇ આડ મુકવામા આવે તેવી માંગ ઉઠવા પામી હતી તો પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિક તંત્રની માળખાગત સુવિધા પર સવાલો ઉભા કર્યા છે. આટલા ઓછા સમયમાં પાણી ભરાઈ જવાથી સ્પષ્ટ થાય છે કે ગટર અને ડ્રેનેજ સિસ્ટમની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા જળભરાવની સમસ્યાને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે
જીલ રાવલ સાબરકાંઠા
