પ્રાંતિજ વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો ગટર લાઇન ની સમસ્યાને લઈને પાલિકાએ દોડી આવ્યા
– એક વર્ષ પહેલા મંજૂર થયેલ ગટર લાઇન નુ કામ ના થતા રહીશો પાલિકાએ દોડી આવ્યા
– દોડી આવેલ રહીશોએ ચીફ ઓફિસર ને રજુઆત કરી
– વેરો નિયમિત ભરવા છતાય પાલિકા દ્રારા ઓરમાયુ વર્તન કરતુ હોવાની રાહ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો ગટર લાઇન ની સમસ્યા ને લઈ ને પાલિકા ખાતે દોડી આવી રજૂઆત કરી






પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર-૬ મા આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી મા દરવર્ષે ચોમાસા મા વરસાદી પાણી કમર સુધી ભરાઇ જાય છે અને વરસાદી પાણી નો નિકાલ ના હોય સોસાયટી ના રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી તેવોની રજૂઆત કરતા આવ્યા છે તો ગત વર્ષે સારા વરસાદ ને સોસાયટી મા કમર સુધી પાણી ભરાયુ હતુ અને વરસાદી પાણી લોકોના ધરો મા પણ ધુસ્યા હતા તો વરસાદી પાણી ચોમાસા દરમ્યાન અવરનવર સોસાયટી મા ભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે તો આ વર્ષે પ્રાંતિજ સહિત તાલુકા મા ગત વર્ષ કરતા ઓછો વરસાદ હોય વૃંદાવન પાર્ક સોસાયટી મા પાણી ભરાયા ની કોઇ સમસ્યા તો એટલી બધી ઉભી થઈ નથી પણ જો મેધરાજા દરવર્ષ ની જેમ ધમાકેદાર બેટિંગ કરે અને જો ત્રણ થી ચાર ઇચ વરસાદ ખાબકે તો આ સોસાયટી મા વરસાદી પાણીનો નિકાલ ના હોય અને જુની ગટર લાઇન બોલ્ક જેવી હોય સોસાયટી મા કહેર સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે જેને લઈ ને ગતવર્ષે વહીવટદાર પ્રાંતિજ નગરપાલિકા મા મામલતદાર દ્રારા તાત્કાલિક પાણીના નિકાલ માટે ગટર લાઇન મજુર પણ કરી હતી પરતુ ચોમાસુ ચાલુ હોય જેતે સમયે કામ થયુ નહતુ તો ચોમાસુ પુરૂ થયુ ને બીજૂ ચોમાસુ ગયુ પણ પ્રાંતિજ વૃંદાવન પાર્ક મા ગટર લાઇન નુ કામ ના થતા સોસાયટી ના રહીશો અવરનવર રજુઆતો બાદ પણ ગટર લાઇન ના થતા રહીશો આજે પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી ને રજુઆત કરી હતી ત્યારે હવે જોવુએ રહ્યુ કે વૃંદાવન પાર્ક સોસાયટી ના રહીશો ને હજુએ ગટર લાઇન માટે વધુ એક ચોમાસુ વેઠવુ પડશે કે પછી પાલિકા દ્રારા તગડા વેરાની બદલામા આવનાર ચોમાસા પહેલા રહીશોને વેરા ભેટ આપશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ સાબરકાંઠા
