fbpx

પ્રાંતિજ ખાતે એક મકાન ધરાશાયી થયુ

Spread the love

પ્રાંતિજ ખાતે એક મકાન ધરાશાયી થયુ
– મકાન મા કોઇ રહેતુ ના હોય મોટી જાન હાની ટળી
– સદનસીબે બપોરના સમયે મકાન ધરાશાયી થતા મોટી જાન હાની ટળી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના બજારચોક વિસ્તાર મા આવેલ ગુજ્જર ની પોળ વિસ્તાર મા આવેલ એક મકાન ધરાશાયી થયુ તો મકાન મા કોઇ રહેતુ ના હોય મોટી જાન હાની ટળી હતી


  પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર મા આવેલ ગુજ્જર ની પોળમા સોમવાર ના બપોરના સમયે એક મકાન ધડાકાભેર ધરાશાયી થયુ હતુ જોકે મકાન મા છેલ્લા ૨૩ વર્ષ થી કોઇ રહેતુના હોય મકાન માલિક સહિત આજુબાજુ મા રહેતા લોકોનો આબાદ બચાવ થયો હતો તો પ્રાંતિજ ખાતે હજુએ પોળોની અંદર આવા કેટલાય મકાનો છે કે જે પડુપડુ કરે છે અને ગમે ત્યારે પડે તેવા છે પણ પ્રાંતિજ પાલિકા જાણે કોઇ મોટી જાનહાની થાય તેની રાહ જોઈ ને બેઠુ હોય તેમ પડુપડુ થઈ રહેલ મકાન ના સર્વે કરી તેવા મકાન માલિકો ને મકાન ઉતારી લેવડાવવાની કોઇ જાન કરવામા આવી નથી ત્યારે કોઇ મોટી જાનહાની થશે તો જવાબદારી કોના સીરે રહેશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!