
ગુજરાત સરકારે રત્નકલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરી તેના સાડા 3 મહિના થવા છતા સુરતના 70000 રત્નકલાકારોને એક રૂપિયો પણ મળ્યો નથી.માત્ર અમદાવાદના રત્નકલાકારોને સરકારે ફીની ચૂકવણી કરી.
મે 2025માં ગુજરાત સરકારે જાહેરાત કરી કે જે બેરોજગાર રત્નકલાકારો છે તેમના સંતાનોને 13500 રૂપિયાની મર્યામાં ફીની ચૂકવણી સરકાર સીધી સ્કુલને કરશે. હવે આ વાત એટલા માટે સામે આવી કે વિધાનસભામાં કોંગ્રેસ નેતાઓએ સવાલ પુછ્યો કે, કેટલા રત્નકલાકારોને સહાય ચૂકવવામાં આવી જેના જવાબમાં સરકારે કહ્યુ કેં, અમદાવાદ સિવાય કોઇને પણ સહાયની ચૂકવણી થઇ નથી.
ચૂકવણી એટલા માટે ન થઇ કારણકે સરકારે નવો ફતવો જાહેર કર્યો કે જે કંપની પાસે ઉદ્યમ સર્ટિફિકેટ હોય તેમના જ રત્નકલાકારોને ચૂકવણી કરવામાં આવશે. આને કારણે સુરતચના 95 ટકા રત્નકલાકારોને રાહત નહીં મળે એવા સંજોગો ઉભા થયા છે.