fbpx

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના વદરાડ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત લીધી

Spread the love

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના વદરાડ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રીએ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સના પંચસ્તરીય મોડેલ ફાર્મની મુલાકાત કરીને પ્લાન્ટેશન અંગે વિગતવાર જાણકારી મેળવી


રાજ્યપાલશ્રીએ બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ફાયદાઓ અંગે જાણકારી આપી


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સ, વદરાડની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પંચસ્તરીય મોડેલ ફાર્મમાં પ્લાન્ટેશન કરેલા સરગવો, સુરેણ, પપૈયા, કેળ, રીંગણ, ટામેટા, કોબીજ, ફુલાવર સહિતના પ્લાન્ટેશનની મુલાકાત કરીને પ્લાન્ટેશન અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.

મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ બાગાયત નિયામકશ્રીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેજીટેબલ્સમાં પ્લાન્ટેશન કરેલ વિવિધ પાકો અને તેની ઉપજો તેમજ સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ફાયદાઓ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, રાસાયણિક ખાતરને કારણે પર્યાવણને નુકસાન થઈ રહ્યુ છે, માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાનું આયુષ્ય કથળી રહ્યુ છે, હવા, પાણી પણ શુધ્ધ રહ્યા નથી. આ સંજોગોમાં પર્યાવરણ, જળ, જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષના રિસર્ચ બાદ જાણવા મળ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં પણ રાસાયણિક ખેતી જેટલુ જ ઉત્પાદન થાય છે. બાદમાં દર વર્ષે ઉત્પાદન વધતુ જાય છે. ગુજરાતમાં લાખો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એમનો અનુભવ છે કે, પ્રાકૃતિક ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય સુધર્યુ છે સાથે પાકની ગુણવત્તા પણ સુધરી છે.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, સાબરકાંઠા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ,અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!