





સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાંતિજના વદરાડ ગામે એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલએ બોરસલીનું વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો.
વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવા અપીલ કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મનુષ્યને અન્ન વગર ચાલે પરંતુ ઓક્સિજન વગર નહીં ચાલે. વૃક્ષો જ ઓક્સિજન આપે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આજે પંજાબ- ઉતરાખંડ સહિત અનેક રાજ્યોમાં પૂર આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા માટે વૃક્ષો મહત્વના છે.
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, સાબરકાંઠા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અધિકારીગણે કદમ, સેવણ, સપ્તપર્ણી, આંબો, વડ, બીલી જેવા વૃક્ષારોપણ કરીને અભિયાનને પોષિત કર્યું હતું.
જીલ રાવલ સાબરકાંઠા
