સ્વચ્છતાના સંદેશ સાથે સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની કરી અપીલ
















સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામમાં સ્થાનિક સફાઈકર્મીઓ સાથે સ્વચ્છતા હાથ ધરી હતી.
સ્વચ્છતા બાદ રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ગામના સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી હતી. રાજ્યપાલએ સ્વચ્છતાની સતત કાળજી રાખવા સાથે, ક્યાંય પણ ગંદકી નહીં કરવા તેમજ તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્ય વી. ડી. ઝાલા, સાબરકાંઠા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેકટર સુ ક્રિષ્ના વાઘેલા, પ્રાંતિજ પ્રાંત અધિકારી આયુષી જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, અગ્રણીઓ, ગ્રામજનો, અધિકારી/કર્મચારીઓ અને સફાઈકર્મીઓ જોડાયા હતા.
જીલ રાવલ સાબરકાંઠા
