
ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડને નીચલી કોર્ટે જામીન મંજૂર કરી દીધા હતા. પંરતુ પોલીસે આની સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને જમીનનો વિરોધ નોંધાવ્યો હતો. વેરાવળ કોર્ટે સરકારી પક્ષની દલીલ સાંભળ્યા પછી દેવાયત ખાવડના જામીન નામંજૂર કરી દીધા હતા એટલે દેવાયતને ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. અગાઉ પોલીસે નીચલી કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ માંગેલા જે નીચલી કોર્ટે નામંજૂર કરેલા, પરંતુ વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે 17 સપ્ટેમ્બર સુધી તો દેવાયત ખવડ જેલમાં રહેશે.
તાલાલામાં અમદાવાદના એક યુવાન પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે હુમલો કરીને દેવાયત ફરાર થઇ ગયો હતો અને તાલાલાના ફાર્મ હાઉસમાંથી પકડાયો હતો.