fbpx

રાહુલ ગુજરાતમાં, શું અમરેલી કોંગ્રેસ પ્રમુખને પાર્ટીમાંથી હાંકી કઢાયા?

Spread the love
રાહુલ ગુજરાતમાં, શું અમરેલી કોંગ્રેસ પ્રમુખને પાર્ટીમાંથી હાંકી કઢાયા?

ગુજરાતના જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે અને 10 દિવસ ચાલવાની છે. કોંગ્રેસ હાઇકમાન્ડે શુક્રવારે એક એવો નિર્ણય લીધો કે જેને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો.

પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ગેરહાજર રહેતા કે.સી. વેણુગોપાલ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે, પ્રતાપ દુધાતને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવશે.

શિબિરમાં હાજર રહા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતું કે, કોંગ્રેસમાં કેટલીક સડેલી કેરીઓ છે જેમને કાઢવી પડશે. એક સડેલી કેરી બધા કોંગ્રેસીઓને બગાડશે. તો એવી ચર્ચા શરૂ થઇ છે કે કોંગ્રેસ પ્રતાપ દુધાતને બગડેલી કેરી માને છે.

પ્રતાપ દુધાત 2004થી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા.

error: Content is protected !!