fbpx

શું SIRને લઇને ગુજરાતમાં પણ વિવાદ થશે?

Spread the love
શું SIRને લઇને ગુજરાતમાં પણ વિવાદ થશે?

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે જે રીતે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ની પ્રોસેસ શરૂ કરી હતી અને દરેક મતદારની ચકાસણી કરવાં આવી હતી. જે મતદારો ચૂંટણી પંચના પેરામિટર્સ પર ખરા નહોતા ઉતર્યા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. આને કારણે કોંગ્રેસે અને લાલુ પ્રસાદની પાર્ટી RJDએ જબરદસ્ત વિરોધ કરેલો હતો.

હવે આ જ SIR દિવાળી પછી ગુજરાતમાં લાગૂ થવા માટે જઇ રહ્યું છે. ઓક્ટોબર મહિનાના અંતમાં શરૂ થશે એવું જાણવા મળ્યું છે. બે મહિના સુધી ગુજરાતના તમામ મતદારોની ચકાસણી કરવામાં આવશે અને જેઓ પેરામીટર્સમાં ખરા નહીં ઉતરે તેમની પાસે પુરાવા માંગવામાં આવશે. ગુજરાત કોંગ્રસે રાહુલના વોટચોરી અભિયાનમાં લડત શરૂ કરેલી છે તે જોતા SIRનો મુદ્દો ગુજરાતમા વિવાદ ઉભો થઇ શકે છે.

error: Content is protected !!