fbpx

રૂપાલ ગામમા 20 કરોડ રૂપિયાના ઘી ની નદી વહેશે, જાણો, ઇતિહાસ

Spread the love
રૂપાલ ગામમા 20 કરોડ રૂપિયાના ઘી ની નદી વહેશે, જાણો, ઇતિહાસ

ગુજરાતના ગાંધીનગરના રૂપાલ ગામમાં વિશ્વ વિખ્યાત વરદાયિની માતાનું મંદિર આવેલું છે. માતાના મંદિરમાં દર વર્ષે આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી ભરવામાં આવે અને કરોડો રૂપિયાના ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવે. આ જોવા માટે લાખો લોકો રૂપાલ ગામમાં આવે. લગભગ 20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક થાય અને ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવું લાગે.

લોકવાયકા એવી છે કે, દ્વાપર યુગમાં જ્યારે પાંડવો ગુપ્તવાસમાં રહેતા હતા ત્યારે ખીજડાના ઝાડ નીચે માતા વરદાયિનીનો વાસ હતો. જ્યારે ગુપ્તવાસ પુરો થયો ત્યારે પાંડવોએ પંચબલિ યજ્ઞ કરેલો અને સોનાની પંચદીપ પલ્લી બનાવેલી અને એ પછી રાજા સિદ્ધરાજે ખીજડાના ઝાડની પલ્લી બનાવેલી ત્યારથી આ પરંપરા ચાલી રહી છે.ગામના 18 કોમના લોકો ભેગા મળીને પલ્લી બનાવે.

error: Content is protected !!