
વર્ષ 2008માં મુંબઇના હુમલા વિશે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ચોંકાવનારો ખુલાસો કરીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. જ્યારે 2008માં કેન્દ્રમાં UPA સરકાર હતી. ડો. મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા અને ગૃહ મંત્રી તરીકે પી. ચિદમ્બરમ હતા.
મુંબઇમાં 26 નવેમ્બર 2008ના દિવસે જે આતંકી હુમલો થયો હતો એ વિશે પી. ચિદમ્બરમે 17 વર્ષ પછી એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,એ વખતે મારા મનમાં પાકિસ્તાન સામે બદલો લેવાનો વિચાર હતો, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે સૈન્ય કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસ સરકાર પર પાકિસ્તાન સામે કોઇ પગલાં ન લેવાનું આખી દુનિયાનું દબાણ હતું અને અમેરિકાના વિદેશ મંત્રી તો ભારત દોડી આવ્યા હતા. ભાજપે કોંગ્રેસ સામે નિશાન સાધ્યું છે.
