fbpx

પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા પથસંચલન કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા પથસંચલન કાર્યક્રમ યોજાયો
– વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન કાર્યક્રમ યોજાયો
– શસ્ત્રો પૂજા કાર્યક્રમ પણ યોજાયો
– શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે કાર્યક્રમ યોજાયો
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ પ્રાંતિજ તાલુકો દ્રારા વિજયા દશમી ઉત્સવ અને પથસંચલન કાર્યક્રમ યોજાયો


દેશ ભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના શાતાબ્દિ વર્ષ ની ઉજવણી પહેલી ઓક્ટોબર થી છઠ્ઠી ઓક્ટોબર સુધી થઈ રહી છે અને  સંગઠિત હિન્દુ ધર્મ અને સમર્થ ભારત ના સૂત્રને સાકાર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યરત છે અને ૧૯૨૫ વિજયાદશમી ના દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક અવિરત સંઘ કાર્ય કરે છે સંધના સ્થાપના દિવસ વિજયા દશમી નિમિત્તે પ્રાંતિજ તાલુકા દ્રારા પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સંધના સ્થાપના દિન અને વિજ્યાદશમી નિમિતે ઉત્સવ અને પથસંચલન કાર્યક્રમ તથા શસ્ત્રો પુજન કાર્યક્રમ યોજાયો હતો તો પથસંચલન રેલી શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ થી નિકળી ને ભાંખરીયા બસસ્ટેશન થઈ બજાર ચોક તથા ખોડીયાર કુવા , લાલદરવાજા સહિત ના વિસ્તારો માંથી પ્રસાર થઈ પરત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે આવી હતી તો આરએસએસ ના સ્વયંસેવકો દ્રારા પરંપરાગત ગણવેશ મા સજ્જ થઈ ને હાથમા લાકડી સાથે શિસ્તબદ્ધ રીતે પ્રાંતિજ ખાતે બેન્ડ વાજા સાથે પથસંચલન રેલી યોજવામા આવી હતી તો આ પ્રસંગે ભૂતપૂર્વ નાયબ સચિવ  હાલ સામાજિક કાર્યકર આર. વી.સુથાર , હિંમતનગર જીલ્લા મહાવિદ્યાલય પ્રમુખ તથા હિંમતનગર તાલુકા ના કાર્યવાહ અકુરભાઈ સંજયભાઈ પટેલ , તાલુકા કાર્યવાહ પ્રાંતિજ વિરેનકુમાર રમેશભાઈ પટેલ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , મહંત સુનીલદાસ મહારાજ , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા , દર્શિલભાઇ દેસાઇ સહિત સ્વયંસેવકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!