પ્રાંતિજ જેહાજી ના છાપરાં પ્રાંતિજ શાળા નંબર-૯ માં ફરજ બજાવતા શિક્ષક નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો
– વય મર્યાદા ને લઈને નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો
– શાલ , શ્રીફળ ,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ જેહાજીના છાપરા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-૯ ખાતે ફરજ બજાવતા આચાર્ય સરકારી વય મર્યાદા ને લઈને નિવૃત થતા શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો


પ્રાંતિજ નાજેહાજી ના છાપરા ખાતે આવેલ પ્રાંતિજ ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-૯ માં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ હિરાભાઈ સોલંકી તા.૩૧|૧૦|૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદા ને કારણે નિવૃત થતાં શાળા પરિવાર દ્વારા શાળા ખાતે વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું તો તેવો ને ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્વારા શાલ ,શ્રીફળ ,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તો બી.આર.સી શૈલેષભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ ના પ્રમુખ મધુસુદનભાઇ પટેલ , મહામંત્રી હસમુખભાઈ પટેલ , ઉપપ્રમુખ રાજેન્દ્ર ગીરી , પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર દલપતસિંહ રાઠોડ , જે.કે.રાઠોડ , બીટ નિરીક્ષક નરેશભાઇ સોલંકી , ર્ડા કિશનસિંહ પરમાર , અલ્પેશભાઇ પટેલ , ઉત્પલકુમાર કુલકર્ણી , જુથ પ્રાંતિજ-૨ ના આચાર્ય શ્રીઓ , શિક્ષક મિત્રો ગ્રામજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થઈ રહેલ દિનેશભાઇ સોલંકી ને શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે મોમેન્ટો ગીફ્ટ આપી સન્માન કરવામા આવ્યુ હતુ તો સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કેતનભાઇ રાઠોડ , ભરતભાઇ પ્રજાપતિ દ્રારા કરવામા આવ્યુ હતુ તો શાળા ના શિક્ષિકા શર્મિષ્ઠા બેન કે રાઠોડ દ્રારા આભાર વિધી કરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા

