fbpx

પ્રાંતિજ ના પલ્લાચર ગામે ડીપી ચોર ત્રાટક્યા

Spread the love

પ્રાંતિજ ના પલ્લાચર ગામે ડીપી ચોર ત્રાટક્યા
– વિજપોલ ઉપર થી ડીપી ઉતારી અંદર થી કોપર ચોરી ગયા
– વીજકંપનીને બે લાખ નુ નુકસાન
– ડીપી ચોરો સ્થળ ઉપર આખી ડીપી નુ ઓપરેશન કરી કોપર કાઢી ગયા
– ચાર ખેડૂતો હાલ વિજ પ્રવાહ થી વંચિત થયા
– વિજકંપની દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ એક ખેતરમા લાગેલ ૬૩ કેવી વીજ ડીપી વિજપોલ ઉપર થી ઉતારી ડીપી ચોરો ડીપીનુ સ્થળ ઉપર ઓપરેશન કરી અંતરથી કોપર વાયર કાઢી ગયા


   પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ એક ખેતર મા લાગેલ ૬૩ કેવી વિજ ડીપી રાત્રીના સમયે ડીપી કોપર ચોરો દ્રારા વિજપોલ ઉપર થી ડીપી ઉતારીને આખી ડીપીનુ ઓપરેશન સ્થળ ઉપર જ કરી ડીપી ની અંદર રહેલ કોપર વાયર ડીપીચોર ચોરી કરી લઈ ગયા હતા તો ડીપી આખી ખોલી નાંખતા વિજકંપની ને બે લાખ થી વધુ નુ નુકસાન થયુ હતુ તો વિજપોલ ઉપર થી ડીપી ઉતરી જતા રહેતા હાલતો ચાર ખેડૂતો વિજ પાવર થી વંચિત થયા હતા તો વિજકંપની ના એન્જીનીયર દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ચોરી અંગેની જાણ કરતા પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે જઇ ને તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!