
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ નેટવર્કને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે જે અંત્યોદયની ભાવનાને સાકાર કરે છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં વિકાસનો લાભ પહોંચે અને નાગરિકોનું જીવન સરળ બને તે હેતુથી તેમણે 124 મહત્ત્વના કામો માટે 7737 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ નિર્ણય રાજ્યના નાગરિકો માટે સમૃદ્ધિ અને સુગમતાનું પ્રતીક છે.
આ યોજના હેઠળ રાજ્યના ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને સરળ, સલામત અને ઝડપી બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે જેનો ખર્ચ 5576 કરોડ રૂપિયા થશે. આ કોરિડોર રાજ્યના આર્થિક વિકાસને ગતિ આપશે અને શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે. આ ઉપરાંત રાજ્યના માર્ગોને આબોહવા પ્રતિરોધક (ક્લાઈમેટ રેઝિલિયેન્ટ) અને નવીન ટેકનોલોજીથી સજ્જ કરવા માટે 1147 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પગલું ગુજરાતના રસ્તાઓને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવશે અને પર્યાવરણીય પડકારો સામે પણ મદદરૂપ થશે.

મુખ્યમંત્રીની આ પહેલ અંત્યોદયની ભાવના સાથે છે જેમાં સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવાનો ધ્યેય છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને શહેરો સાથે જોડીને આર્થિક તકો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ યોજના રાજ્યના વેપાર, પરિવહન અને પ્રવાસન ક્ષેત્રોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સરકારનું આ પગલું નાગરિકોના જીવનધોરણને ઉત્તમ બનાવવાની સાથે રાજ્યની પ્રગતિને વેગ આપશે.
આ નિર્ણય ગુજરાત સરકારના પ્રજાકેન્દ્રી અભિગમનું ઉદાહરણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલની સરાહના સરાહના પત્ર છે કારણ કે તે ગુજરાતને આધુનિક, સમૃદ્ધ રાજ્ય તરીકે આગળ લઈ જવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

