fbpx

સરકાર પાસે દાવા વગરની પડેલી 1.84 લાખ કરોડની રકમ માટે અભિયાન શરૂ કરાયું

Spread the love
સરકાર પાસે દાવા વગરની પડેલી 1.84 લાખ કરોડની રકમ માટે અભિયાન શરૂ કરાયું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ગુજરાતના ગાંધીનગરથી તમારા પૈસા, તમારો અધિકાર નામથી એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 3 મહિના માટે રાષ્ટ્રવ્યાપી ચાલશે. નાણા મંત્રીએ કહ્યુ કે, બેંકો, વીમા કંપનીઓ. મ્યુ. ફંડ કે અન્ય નાણા સંસ્થાઓમાં 1.84 લાખ કરોડ રૂપિયાની એવી રકમ જમા પડી છે જેનો કોઇ દાવો કરવા નથી આવી રહ્યું.

સરકાર આ રકમ લોકોને સન્માનપૂર્વક પાછી આપવા માંગે છે. જો તમે કોઇક જગ્યાએ રોકાણ કરીને ભુલી ગયા હો અથવા તમારા બાપ દાદાઓના રૂપિયા હોય અને તમને ખબર ન હોય તો સરકાર તમને મદદ કરવા માટે તૈયાર છે. RBIના UDGAM પોર્ટલ પરથી તમને મદદ મળી જશે. ઉપરાંત સરકાર જિલ્લા લેવલે હેલ્પ લાઇન પણ શરૂ કરશે. ઓકટોબરથી ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલું રહેશે.

error: Content is protected !!