fbpx

8 કરોડની વસ્તીવાળા દેશમાં ભારે પડશે આ કીડીઓ, વીજળી અને ઇન્ટરનેટની લગાવી વાટ

Spread the love

8 કરોડની વસ્તીવાળા દેશમાં ભારે પડશે આ કીડીઓ, વીજળી અને ઇન્ટરનેટની લગાવી વાટ

જર્મનીમાં એક આક્રમક અને વિદેશી કિડીની પ્રજાતિએ કહેર મચાવી દીધો છે. આ કીડીઓ ‘ટેપિનોમા મેગ્નમ’ પ્રજાતિની છે. ભૂમધ્ય સાગરીય એટલે કે મેડિટરેનિયમ ક્ષેત્રમાંથી આવેલી આ કીડી હવે ઉત્તર જર્મની તરફ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ પણ બાધિત થઈ રહી છે વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ પ્રજાતિની વિશાળ કોલોનીયો ન માત્ર ટેક્નોલોજીકલ માળખાને નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ માનવ જીવનને પણ પ્રભાવિત કરી રહી છે.

કાર્લસ્રુહના પ્રકૃતિક ઇતિહાસ સંગ્રહાલય સાથે જોડાયેલા એક જીવાણું વિશેષજ્ઞ મેનફ્રેડ વર્હાગના જણાવ્યા અનુસાર, ટેપિનોમા મેગ્નમની સુપર કોલોનીયોમાં લાખો કીડીઓ હોય છે. આ પારંપારિક કીડીઓની પ્રજાતિઓથી અનેક ગણી મોટી હોય છે. આ કોલોનીયો જર્મનીના કોલોન અને હનોવર જેવા ઉત્તરીય શહેરો સુધી પહોંચી ગઈ છે. જેના કારણે, ત્યાંના ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વીજ પુરવઠો અને ઈન્ટરનેટ નેટવર્ક પણ જોખમમાં છે.

tapinoma magnum

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ કીડી ખાસ કરીને બાડેન-વુર્ટેમ્બર્ગ અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી વસાહતો કોલોનિયો રહી છે. કીહલ નામના એક શહેરમાં પહેલા જ, આ પ્રજાતિના કારણે વીજળી અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય, ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડ જેવા અન્ય યુરોપિયન દેશોમાં પણ આ કીડીની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. એવામાં, માનવામાં આવી રહ્યું છે કે આ સંકટ માત્ર જર્મની સુધી સીમિત રહેવાનું નથી.

જોકે, ટેપિનોમા મેગ્નમને હજુ સુધી સત્તાવાર રીતે આક્રમક પ્રજાતિ જાહેર કરવામાં આવી નથી, કેમ કે સ્થાનિક પારિસ્થિતિકી તંત્ર પર વ્યાપક પ્રભાવ હજુ સુધી સાબિત થયો નથી. આમ છતા, બાડેન-વુર્ટેમ્બર્ગના પર્યાવરણ સચિવ આન્દ્રે બાઉમેને તેને એક જીવાત ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો તેને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે તો તે મોટા સ્તર પર નુકસાન પહોંચાડી શકે છે.

tapinoma magnum

આ જોખમને ધ્યાનમાં લઇને, જર્મન વૈજ્ઞાનિકો અને પ્રશાસનિક એજન્સીઓ હવે આ કીડીના પ્રસારને રોકવા માટે એક સંયુક્ત પરિયોજના પર સાથે મળીને કામ કરી રહ્યા છે. પહેલી વખત, આ દિશામાં સંગઠિત પ્રયાસો શરૂ થયા છે જેથી ટેક્નિકલ માળખા, , પર્યાવરણ અને નાગરિકોને થતા નુકસાનને સમય રહેતા રોકી શકાય. એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે હવે માત્ર એક જીવાત નથી, પરંતુ એક રાષ્ટ્રીય પડકાર બનતા જઇ રહી છે.

error: Content is protected !!