fbpx

ખજૂરભાઇ ચૂંટણી લડે તો જીતે ખરા?

Spread the love

ખજૂરભાઇ ચૂંટણી લડે તો જીતે ખરા?

કોમેડીયન, યુટ્યુબર, સમાજ સેવક, બિઝનેસમેન એવા નીતિન જાની જેમને આખી દુનિયા ખજૂરભાઇના નામથી ઓળખે છે તેમણે રાજકોટના એક કાર્યક્રમમાં ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. તેમણે કહ્યું કે, ભણેલા લોકો રાજકારણમાં આવે, યુવાનો કોઇ પણ પાર્ટીમાં જોડાઇને વટથી ચૂંટણી લડે.

ખજૂરભાઇએ કાર્યક્રમમાં કહ્યું કે, તમારા લોકોની દયા હશે તો હું પણ ચૂંટણીમાં ઉભો રહેવાનો છું. એ પછી ચર્ચા શરૂ થઇ કે ખજૂરભાઇ 2027ની વિધાનસભા ચૂંટણી લડશે.

જિગલી ખજૂરથી જાણીતા બનેલા નીતિન જાનીએ સમાજ સેવા તરફ ફોકસ કર્યું અને અનેક લોકોના  કાચા ઘરને પાકા બનાવી આપ્યા. ત્યારથી તેમની ખ્યાતિ ખુબ વધી ગઇ છે. એ પછી તાજેતરમાં તેમણે તેલનો બિઝનેસ પણ શરૂ કર્યો છે. પોતે કઇ પાર્ટી સાથે જોડાશે તેવી ચોખવટ નીતિન જાનીએ કરી નથી.

error: Content is protected !!