
સ્વચ્છતા એ જ સેવા છે, સ્વચ્છતાનો અર્થ ક્યારેય એક વિસ્તારને સાફ કરવો અને પછી બીજા વિસ્તારને ગંદો કરવો એવો નથી. પરંતુ ભારતમાં, જ્યારે લોકો પોતાના ઘરનો કચરો ખાલી જગ્યામાં ફેંકી શકે છે, ત્યારે રેલવે કર્મચારીઓ માટે ચાલતી ટ્રેનમાં આવું કરવું એ કોઈ નવી વાત નથી. જો કે, તેમની આ ભૂલને કારણે રેલવે ટ્રેક પર કચરાનો ઢગલો થઇ જાય છે.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આવો જ એક વીડિયોમાં કંઇક આવું જ જોવા મળ્યું છે. આ વીડિયોમાં, મુસાફરી કરતા એક પેસેન્જરના રોકવા છતાં રેલવે કર્મચારી કચરાના ડોલમાંથી કચરાની પોલીથીન બેગ કાઢીને બહાર ફેંકી દે છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, યુઝરે કેપ્શનમાં કર્મચારી સાથેની પોતાની દલીલનો પણ ઉલ્લેખ કર્યો છે. લોકો હવે આ અંગે કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે.
@abhiscosmossએ આ રીલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, જેમાં તેણે બતાવ્યું કે, જ્યારે હું 4 નવેમ્બર, 2025ના રોજ સિયાલદાહ અલીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12987)માં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે આ ઘટના મારી સામે બની હતી અને મેં તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયોમાં એક જવાબદાર રેલવે કર્મચારી ટ્રેનમાંથી કચરો ફેંકતો દેખાય છે.

આવું કરતી વખતે જ્યારે મેં તેને અટકાવીને પૂછ્યું કે, ‘તમે ટ્રેનને સાફ કરી અને દેશને ગંદો કેમ કર્યો?’, ત્યારે કર્મચારીએ જવાબ આપ્યો, ‘તો શું આ કચરો મારા ઘરે લઈને જાઉં?’ યુઝરે આગળ લખ્યું, ‘મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ ખોટું છે અને તમારે આ ન કરવું જોઈએ. ટ્રેનનો કચરો પ્લેટફોર્મ પર ફેંકી દો, પરંતુ આ વ્યક્તિ સાંભળવા તૈયાર નહોતો.
પોતાની લાંબી પોસ્ટના કેપ્શનમાં, યુઝરે આગળ લખ્યું કે, આ બધું થયા પછી પણ આ ટ્રેન કર્મચારીએ ફરીથી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. આ વાયરલ વીડિયોમાં, કર્મચારીને કેપ્શનમાં લખેલું છે તે મુજબનું વર્તન કરતો જોઈ શકાય છે. આ વાયરલ રીલ 21 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવી હતી, જેને 16 હજારથી વધુ વ્યૂઝ, સેંકડો લાઈક્સ અને ઘણી ટિપ્પણીઓ મળી ચૂકી છે.

ટ્રેનના આ વાયરલ વીડિયો પર, યુઝર્સ પણ કોમેન્ટ સેક્શનમાં આવીને દેશને પ્રદૂષિત કરી રહેલા કર્મચારી વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ટ્રેન સ્વચ્છ છે, દેશ ગંદો છે. બીજા યુઝરે કહ્યું કે, જો આપણે કચરો બહાર ફેંકીએ તો ગંદકી, તેઓ ફેંકે છે, તો તે સ્વચ્છતા. ત્રીજા યુઝરે લખ્યું કે, બિલકુલ સાહેબ, તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે, તો જ આ વસ્તુઓ બંધ થશે. ચોથા યુઝરે કહ્યું કે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

