fbpx

વાદળી ડ્રમવાળી મુસ્કાનના માતા-પિતાએ ‘ઘર વેચવાનું છે’ આવું પોસ્ટર કેમ લાગ્યું છે? જાણો પિતાનું દુઃખ

Spread the love

વાદળી ડ્રમવાળી મુસ્કાનના માતા-પિતાએ ‘ઘર વેચવાનું છે’ આવું પોસ્ટર કેમ લાગ્યું છે? જાણો પિતાનું દુઃખ

મેરઠના સૌરભ રાજપૂત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પતિની ક્રૂરતાથી હ*ત્યા કરીને તેના શરીરના ટુકડા વાદળી ડ્રમમાં છુપાવનાર મુસ્કાનનો પરિવાર હવે તે પોતાનું ઘર અને શહેર બંને છોડવા માગે છે. બ્રહ્મપુરીના ઇન્દિરા નગરમાં મુસ્કાન રસ્તોગીના ઘરની બહાર ‘હાઉસ ફોર સેલ’ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા છે કે આ ઘટનાના 8 મહિના બાદ પરિવાર પોતાનું ઘર અને શહેર કેમ છોડવા માગે છે. આ પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

મુસ્કાનના પિતા પ્રમોદ રસ્તોગીનું કહેવું છે કે તેમનો પરિવાર હવે શહેરમાં રહેવા માગતો નથી કારણ કે, હવે તેમની પાસે માત્ર ખરાબ યાદો રહી ગઈ છે. તેઓ મેરઠ છોડીને નવેસરથી શરૂઆત કરવા માગે છે. મુસ્કાનની માતા અને ભાઈ આ નિર્ણયમાં તેની સાથ છે. મુસ્કાનને કારણે પરિવારને ભારે શરમનો સામનો કરવો પડી રહ્યો છે.

muskan.jpg-4

મુસ્કાનના પિતાએ કહ્યું કે, 3 માર્ચ 2025ના રોજ બનેલી આ ઘટનાથી તેમના પરિવાર પર સામાજિક અને આર્થિક બંને રીતે પ્રતિકૂળ અસર પડી છે. ગ્રાહકોએ તેમની જ્વેલરીની દુકાનમાં આવવાનું બંધ કરી દીધું છે અને ઉધાર આપનારાઓએ પણ લેવડ-દેવડ બંધ કરી દીધી છે. મુસ્કાનની નાની બહેન ઘરે ટ્યૂશન ભણાવતી હતી. બાળકોએ પણ તેની પાસે આવવાનું બંધ કરી દીધું છે અને તેની આવકનો સોર્સ બંધ થઈ ગયો છે.

નોંધનીય છે કે, મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દિરા નગરમાં રહેતી મુસ્કાન રસ્તોગીએ તેના બોયફ્રેન્ડ સાહિલ સાથે મળીને 3 માર્ચે પોતાના પતિ સૌરભ રાજપૂતની હ*ત્યા કરી દીધી હતી. તેમણે મૃતદેહના ચાર ટુકડા કરી વાદળી ડ્રમમાં નાખી દીધા અને સિમેન્ટ ભરી દીધી હતી. ઘટના બાદ, તેઓ હિમાચલ પ્રદેશ ફરવા જતા રહ્યા હતા. જ્યારે મુસ્કાને તેના પરિવારને આ અંગે જાણ કરી, ત્યારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

muskan

પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી અને 19 માર્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા. ત્યારથી સાહિલ અને મુસ્કાન મેરઠ જિલ્લા જેલમાં કેદ છે. અહેવાલો અનુસાર, મુસ્કાન ગર્ભવતી પણ છે અને સૌરભના પરિવારે બાળક માટે DNA ટેસ્ટ કરાવવાની વાત કહી છે. પરિવારનું કહેવું છે કે જો બાળક સૌરભનું છે, તો તેઓ તેને સ્વીકારશે, નહિંતર તો નહીં. મુસ્કાનના પરિવારે તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે.

error: Content is protected !!