fbpx

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

Spread the love

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર ધાર્મિક ગતિવિધિઓને લઈને બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

namaz1

અહેવાલ મુજબ, વીડિયોમાં જે લોકો નમાઝ અદા કરતા જોવા મળી રહ્યા છે, તેઓ મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ પરિસરમાં પહેલાથી જ એક નિર્ધારિત નમાઝ રૂમ છે, એ છતા તેમણે સાર્વજનિક જગ્યા પર નમાઝ અદા કરી. વાયરલ વીડિયોમાં આસપાસ એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે.

વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતા વિજય પ્રસાદે X (અગાઉ ટ્વીટર) પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને IT મંત્રી પ્રિયંક ખડગેને સવાલ કર્યો. તેમણે લખ્યું કે, ‘બેંગ્લોર એરપોર્ટના T2 ટર્મિનલમાં આની કેવી રીતે મંજૂરી આપવામાં આવી? શું આ લોકોએ નમાઝ અદા કરવા માટે પૂર્વ મંજૂરી મેળવી હતી? આ એક હાઇ સિક્યોરિટી ઝોન છે. સરકાર RSS માર્ચ જેવી ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ આવી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આ એક ગંભીર સુરક્ષાનો વિષય છે.’

namaz2

તો હવે, એવા સમાચાર મળી રહ્યા છે કે કર્ણાટક સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને નવા દિશા-નિર્દેશ જાહેર કરવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ્સ, સરકાર ટૂંક સમયમાં એક એવો આદેશ જાહેર કરી શકે છે જે હેઠળ એરપોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય ગતિવિધિઓ પર પૂરી રીતે પ્રતિબંધિત હશે.

error: Content is protected !!