fbpx

પ્રાંતિજ ના સલાલ મીલ ખાતે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમા ખુશી

Spread the love

પ્રાંતિજ ના સલાલ મીલ ખાતે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમા ખુશી
– સાંસદ શોભનાબેન દ્રારા કાંટા ની પુજા કરી ખરીદી ની શુભ શરૂઆત કરાવી
– સારો ભાવ મળતા ખેડૂતોમા ખુશીનો માહોલ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ સોનાસણ મીલ સરકાર દ્રારા ટેકા ના ભાવે મગફળી ની ખરીદી ના શ્રી ગણેશ થયા તો પ્રથમ દિવસે જ સારો ભાવ મળતા ખેડૂતોમા ખુશી જોવા મળી


     પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ સોનાસણ મીલ ખાતે ખેત પેદાશ મગફળી તાલુકાના આસપાસ ના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી પોષણ શ્રમ ભાવો મળી રહે સરકાર દ્રારા ૧૪૫૨ ટેકાના ભાવે ઉચી કિંમત મળે તેને ધ્યાને લઈ ને ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબીયા ઉત્પાદન સંધ લી ખરીદી એજન્સી પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી લી (એફપીઓ) દ્રારા ખરીદી કરવામા આવી હતી તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા ઉપસ્થિત રહીને વજન કાંટા ને કુમકુમ તિલક કરી શુભ શરૂઆત કરાવી હતી અને ખેડૂતો ને ખેત પેદાશ મગફળી ના ભાવ મળી રહે અને ખેડૂતોને કોઈપણ જાતની અગવડતા વગર સમયસર ખરીદી થાય તે માટે સંધ-મડળી ને અપ્રિલ પણ કરી હતી તો પ્રથમ દિવસે જ ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમા ખુશી જોવા મળી હતી તો આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા , પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળ ના ચેરમેન જીતેન્દ્ર કુમાર પટેલ , મેનેજર મનન પ્રવિણભાઇ પટેલ , દિવેલા સંધ ઇડર ના મેનેજર પ્રકાશ ભાઇ ,  પાર્થ પટેલ , ધવલ બારૈયા  ,જયતિભાઇ રાવળ તથા ખેડૂત કેતનભાઇ ચોપડા , પટેલ આરતષભાઇ પટેલ સહિત ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!