fbpx

7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

Spread the love

7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણીની સાથે, છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી. એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત સાત રાજ્યોમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. 11 નવેમ્બરે જે રાજ્યોમાં મતદાન થયું હતું તેમાં બિહારના પડોશી રાજ્યો ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા અને મિઝોરમની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે સાથે આજે 8 પેટા ચૂંટણી માટેના પણ પરિણામો આવી રહ્યા છે, જેમાં જમ્મુ-કાશ્મીરની 2 સીટ, ઝારખંડની 1, મિઝોરમની 1, ઓડિશામાં 1, પંજાબમાં 1, રાજસ્થાનમાં 1 અને તેલંગાણાની 1 સીટ પર આજે પરિણામો આવી રહ્યા છે. જેમાં કાશ્મીરની બડગામ સીટ પર PDP આગળ છે, જ્યારે નગરોટા સીટ પર ભાજપના દેવ્યાની રાણા આગળ છે, જ્યારે ઝારખંડની ઘટસીલા પર JMMના સોમેશ સોરેન આગળ છે અને મિઝોરમની ડમ્પા સીટ પર મિઝો નેશનલ ફ્રન્ટના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

આ ઉપરાંત ઓડિશાની નૌપાડા સીટ પર ભાજપ, પંજાબની તર્નતરણ સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલે છે. રાજસ્થાનની અંટા અને તેલંગાણાની જ્યુબિલી હિલ્સમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

Assembly-Bypoll-Results1

ઝારખંડ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં 74.63 ટકા મતદાન થયું હતું. ઝારખંડ મુક્તિ મોરચાના સભ્ય રામદાસ સોરેન ઝારખંડ ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. રામદાસ સોરેન હેમંત સોરેન સરકારમાં શિક્ષણ મંત્રી પણ હતા. રામદાસ સોરેનના અવસાનને કારણે ઘાટશિલા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર JMMના સોમેશ ચંદ્ર સોરેન આગળ છે.

પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કશ્મીર સિંહ સોહલ તરનતારન બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કશ્મીર સિંહ સોહલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. 11 નવેમ્બરે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. તરનતારન પેટાચૂંટણીમાં મતદાન 60.95 ટકા રહ્યું હતું. આ બેઠકના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે. ત્રણ રાઉન્ડની ગણતરી પછી, શિરોમણી અકાલી દળના સુખવિંદર કૌર 347 મતોથી આગળ ચાલી રહ્યા છે.

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કંવરલાલ મીણાએ જીત મેળવી હતી. કંવરલાલ મીણાને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) પર પિસ્તોલ તાકવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં મીણાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેમનું વિધાનસભા સભ્યપદ છીનવી લેવામાં આવ્યું હતું. આ બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં 80.32 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના પ્રમોદ જૈન ‘ભાયા’ આ બેઠક પર આગળ છે.

Assembly-Bypoll-Results2

બીજુ જનતા દળ (BJD)ના રાજેન્દ્ર ધોળકિયા ઓડિશાની નુઆપાડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભૂતપૂર્વ મંત્રી ધોળકિયાના મૃત્યુ પછી ખાલી પડેલી નુઆપાડા બેઠક પર 79.41 ટકા મતદાન થયું હતું.

તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડનારા મગંતી ગોપીનાથનું અવસાન થયું હતું. ધારાસભ્યના મૃત્યુ પછી ખાલી પડેલી આ હૈદરાબાદ બેઠકની પેટાચૂંટણીમાં 48.47 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર ધ્યાન એટલા માટે પણ ખેંચાયું, કારણ કે અસદુદ્દીન ઓવૈસી પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મતો માંગતા જોવા મળ્યા હતા.

પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નવીન યાદવ આગળ છે.

મિઝોરમમાં ડમ્પા વિધાનસભા બેઠક 21 જુલાઈના રોજ MNF ધારાસભ્ય લાલરિન્ટલુઆંગા સૈલોના અવસાન પછી ખાલી પડી હતી. ડમ્પામાં 82.34 ટકા મતદાન થયું હતું. શરૂઆતના વલણો દર્શાવે છે કે, MNFના ડૉ. R. લાલથગલિયાના આ બેઠક પર આગળ છે.

Assembly-Bypoll-Results3

જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાએ બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પરથી ચૂંટાયા હતા. તેમણે બડગામ બેઠક ખાલી કરી હતી. CM ઓમર અબ્દુલ્લાના રાજીનામાના પરિણામે ખાલી થયેલી બેઠક બડગામમાં 50.02 ટકા મતદાન થયું હતું. નેશનલ કોન્ફરન્સના આગા સૈયદ મહમૂદ અલ મોસાવી આ બેઠક પર આગળ છે.

જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં નગરોટા વિધાનસભા બેઠક પર BJPએ જીત મેળવી હતી. ધારાસભ્યના અવસાનને કારણે આ બેઠક ખાલી થઈ હતી. આ બેઠક માટે પણ 11 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. નગરોટામાં 75.08 ટકા મતદાન નોંધાયું હતું. શરૂઆતના વલણો દર્શાવે છે કે BJPના દેવ્યાની રાણા આ બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

error: Content is protected !!