11.jpg?w=1110&ssl=1)
ક્રિપ્ટો ક્વીન તરીકે જાણીતી એક ચાઇનીઝ મહિલાને બ્રિટનની કોર્ટે 11 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટ આ મહિલાના કારનામા સાંભળીને ચોંકી ગઇ હતી.
ક્રિપ્ટો ક્વીન તરીકે જાણીતી ચાઇનીઝ મહિલા કિયાન ઝીમીને એક પોંઝી સ્કીમ રજૂ કરીને લોકોને તેમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. 1.28 લાખ લોકો પાસેથી કિયાને 58000 કરોડ ભેગા કરી દીધા હતા અને પછી ચીનની ભાગીને બ્રિટનમાં આલીશાન જિંદગી જીવત હતી.
ગયા વર્ષે એપ્રિલ 2024માં બ્રિટનની પોલીસે તે એક હોટલમાં સુતી હતી તે બેડ પરથી ઉંચકી લીધી હતી અને ધરપકડ કરી હતી. હવે તાજેતરમાં બ્રિટનની કોર્ટે કિયાનને 11 વર્ષની જેલની સજા કરી છે.
કિયાનની મનસા હતી એક પોતાનો દેશ બનાવવાની અને રાણી બનવાની.

